પોરબંદરના છાયા વિસ્તારમાં ઘરમાં ઘુસી યુવાનની હત્યા - પોરબંદર DySP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8703339-600-8703339-1599400983498.jpg)
પોરબંદર: જિલ્લામાં એક યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા કેશુભાઈ લાખાભાઈ બાપોદરાના ઘરમાં ઘુસી તેમની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ તેના માતા-પિતાને થતાં તેમણએ પોલીસને જાણ કરી હતી. પોરબંદર DySP સહિત કમલાબાગ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક કેશુભાઈ લાખાભાઈના પરિવારમાં બે ભાઈઓ તથા માતા-પિતા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવકની ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારના ઘા મારીને કોણે હત્યા કરી તે બાબતે પોલીસે પરિવાર સહિતના લોકોને પૂછપરછ હાથ ધરી છે.