Mobile charging device: હવે ચાલવાથી પણ મોબાઈલ ચાર્જ થશે, જાણો કેવી રીતે - पैदल चलिए और सभी रोगों से दूर रहिए

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 5, 2022, 5:05 PM IST

બિલાસપુર (છત્તીસગઢ): ડોક્ટરો કહે છે કે, ચાલો અને તમામ રોગોથી દૂર રહો. હવે ચાલવાથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સાથે તમે મોબાઈલ પણ ચાર્જ કરી શકશો. બિલાસપુરની ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી (Guru Ghasidas Central University of Bilaspur)ના પ્રોફેસરોએ એક એવું ઉપકરણ (Mobile charging device) બનાવ્યું છે, જેની મદદથી ચાલતી વખતે મોબાઈલની બેટરી ચાર્જ (charge mobile by walking ) થઈ જશે. મોબાઈલની બેટરી ઓછી હોવાને કારણે કે બેટરી ચાર્જિંગ પૂરુ થઈ જવાને કારણે અગત્યના કામ કે વાતચીત દરમિયાન મોબાઈલ બંધ થઈ જાય છે. તેનાથી નુકસાન પણ થાય છે. હવે લોકોને આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળશે. લોકો હવે તેમના સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખવા સાથે ચાલીને મોબાઈલની બેટરી પણ ચાર્જ કરી શકશે. એટલે કે આ ડિવાઈસનો ઉપયોગ કરનાર વ્યક્તિને મોબાઈલ ચાર્જ કરીને સ્વાસ્થ્ય બનાવવાની અને રોગપ્રતિકારક શક્તિ મેળવવાની તક પણ મળશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.