શહેરામાં કોંગ્રેસ અગ્રણી આપઘાતની ચિઠ્ઠી લખી ગુમ, પરિવાર ચિંતિત - gujarat news
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ શહેરા તાલુકાના નાડા ગામના અને કોંગ્રેસના અગ્રણી રંગીતભાઈ ઉર્ફે ભલાભાઇ પ્રતાપસિંહ પગી બે દિવસ પહેલા ઘર છોડી ચાલ્યા ગયા છે. તેમણે એક ચિઠ્ઠી લખી છે. જેમા આપઘાત કરીશ એમ જણાવ્યું છે. આ સાથે જ શહેરના ધારાસભ્ય દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવે છે અને તેના કહેવાથી શહેરના મામલદાર અને પી.આઇ પણ મને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, તેવા આક્ષેપ કરેલી ચિઠ્ઠી લખી ગુમ થયા છે. જેને લઇને તેમનો પરિવાર ચિંતિત છે અને પોલીસ મથકે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. હાલ પોલીસ રંગીત ભાઇને શોધવાની સઘન કામગીરી શરૂ કરી છે.