શિવસેનામાં તિરાડ: ઉદ્ધવ ઠાકરેથી નારાજ થયેલા ધારાસભ્યો રાતોરાત સુરત આવ્યા, જુઓ વીડિયો - ઉદ્ધવ ઠાકરે

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 21, 2022, 8:53 PM IST

મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યો સોમવારે મોડી રાત્રે અચાનક ગુજરાતના (Shivsena MLA in Surat) સુરતમાં આવી જતા ગુજરાત અને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું (Maharashtra political Crises) છે. ખાસ કરીને એકનાથ શિંદે સહિત 30 જેટલા ધારાસભ્યો ગુજરાત આવી સંપર્કવિહોણા થતા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ યુદ્ધના ધોરણે (Emergency Meeting with Shivsena MLA) બેઠક બોલાવી હતી. સુરતની લી મેરેડિયનમાં એકઠા થયેલા ધારાસભ્યોએ પણ બેઠક યોજી હતી. પછી ઉદ્ધવ ઠાકરેએ મધ્યસ્થી તરીકે મિલિન્દ નાર્વેકરને મોકલીને મામલાને થાળે પાડવા માટે પ્રયાસ કર્યો છે. જેઓ શિંદેને મળ્યા બાદ દિલ્હી જવા રવાના થયા હતા. વિગત એવી પણ છે કે, ગુજરાત આવેલા તમામ ધારાસભ્યો શિવસેના પાર્ટીની અંદરની સિસ્ટમથી નારાજ છે. બે કલાકની બેઠકમાં શું નિર્ણય લેવાયો એ હવે સ્પષ્ટ થશે પણ મહારાષ્ટ્ર સરકાર રાતોરાત સંકટમાં આવી ગઈ છે. હવે ભાજપ સક્રિય થયું છે અને કોઈ મોટું પગલું લેવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.