ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે ધોવાયો, જુઓ આ વીડિયો - National Highway Blocked
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ : ઉત્તરાખંડમાં પર્વતથી મેદાન સુધી ભારે વરસાદ (Heavy Rain in Uttrakhand) ચાલુ છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં આફત (Natual Calamaties in Uttrakhand 2022) જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનને (Landslide in Uttrakhand) કારણે કાટમાળ રસ્તા પર આવી ગયો છે. પૌરી જિલ્લામાં નેશનલ હાઈવે 534 પણ (National Highway Blocked) બ્લોક છે. આ સાથે જ કોટદ્વારમાં ભારે વરસાદ બાદ નદીઓ ઓવરફ્લો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વરસાદના કારણે ઠેર-ઠેર હાઇવે બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુગડ્ડા-અમસૌર વચ્ચે વરસાદને કારણે નેશનલ હાઈવે 534 પણ બ્લોક થઈ ગયો છે. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડમાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વરસાદના કારણે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. પૌડી જિલ્લામાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દુગડ્ડા-અમસૌર વચ્ચે ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 534 પર પણ કાટમાળ આવી ગયો છે. કાટમાળના કારણે હાઈવે બ્લોક થઈ ગયો છે. NHAIએક્ઝિક્યુટિવ ઈજનેર અરવિંદ જોશીએ જણાવ્યું હતું કે વરસાદ ખૂબ જ ભારે પડી રહ્યો છે. જેના કારણે ભૂસ્ખલનને કારણે કાટમાળ રોડ પર આવી રહ્યો છે. કોટદ્વાર દુગડ્ડા વચ્ચે બે જેસીબી મશીન મુકવામાં આવ્યા છે. રસ્તો ખુલ્લો કરાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.