Sani Dam in Suryavadar : સાની ડેમનું નિર્માણ કાર્ય ધીમી ગતિએ ચાલતા ખેડૂતોમાં ભારે રોષ, લોકો પાણી માટે મારે છે વલખા - Sani Dam in Suryavadar
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ-દ્વારકા : સુર્યાવદર સાની ડેમનું (Sani Dam in Suryavadar) કામ ધીમી ગતિએ થતું હોવાના કારણે ખેડૂત અગ્રણીઓની બેઠક મળી હતી. ખેડૂતોએ સાની ડેમ હિત રક્ષક સમિતિ બનાવી ડેમનું કામ જલ્દી પૂર્ણ થાય તેવી માંગ સાથે મામલતદાર કચેરી કલ્યાણપુર ખાતે આવેદન પાઠ્યુ હતું. જીવાદોરી સમાન ગણાતા સાની ડેમનું કામ ખુબ ધીમી (Construction of Sani Dam) ગતિએ ચાલતા 110 ગામોને પીવાના પાણીની છેલ્લા 5 વર્ષથી પીડા ભોગવવી પડી રહી છે. સાની ડેમ 12 થી વધારે ગામો માટે ખેડૂતો સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ત્યારે ખેડૂતોને 4 થી 5 લાખ રૂપિયાનું સિંચાઈનું પાણી ન મળવાથી નુકસાન થઈ રહ્યું છે. તેને લઈને ખેડૂત હિત રક્ષક સમિતિ (Khedut Hit Rakshak Samiti) દ્વારા ખેડૂતો એક મંચ પર એકત્રિત થઈ કામ સમયસર શરૂ કરી પૂર્ણ કરવાની માંગ કરી હતી.