જામનગર જિલ્લા સહકારી બેંક ચૂંટણી યોજાઈ, 482 મતદારોએ કર્યું મતદાન - Jamnagar District Cooperative Bank
🎬 Watch Now: Feature Video
જામનગર : બુધવારે સવારે 8 કલાકે જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે ડીકેવી કોલેજ ખાતે આવી પહોંચ્યા હતા. કુલ 14 ડારેક્ટર્સ માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં ખાસ કરીને જામનગર જિલ્લો તેમજ દેવભૂમિ દ્વારકાના સહકારી ક્ષેત્રે સંકળાયેલા મતદારો મતદાન કરવા માટે આવ્યા હતા. જામજોધપુર, લાલપુર રોડ કાલાવડ અને ભાણવડ એમ કુલ પાંચ તાલુકાની બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી.