સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની 9 મહિનામાં 19 લાખ પ્રવાસીઓ લીધી મુલાકાત - tourists visited
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ નર્મદા ડેમ વિસ્તારમાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. નર્મદા ડેમ વિસ્તારમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સાતપુડા અને વીંધ્યાચલ પર્વતે લીલી ચાદર ઓઢી લીધી છે.સાથે નર્મદા ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે મનમોહક દ્રશ્યો સર્જાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ પર 9 મહિનામાં 19 લાખ પ્રવાસીઓએ આ કુદરતી સૌંદર્યનો નજારો નિહાળ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવાને કારણે પ્રકૃતિમાં 100 ગણો વધારો થયો છે. અને હાલ ચોમાસાની સિઝનમાં રોજના 6 હજાર પ્રવાસી મુલાકાતે આવે છે.
Last Updated : Aug 11, 2019, 3:54 PM IST