તૌકતે વાવાઝોડાએ લોકોને બેઘર કર્યા - સુરતના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
સુરતઃ તૌકતે વાવઝોડું હાલ સમગ્ર સુરત જિલ્લામાં તબાહી મચાવી રહ્યું છે, ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે તો ક્યાંક લોકોના ઘરના પતરા ઉડી રહ્યા છે ત્યારે ઓલપાડના કુડિયાના ગામે એક પરિવારને છતાં ઘરે બેઘર થવાનો વારો આવ્યો હતો. વહેલી સવારે ભારે પવન આવતા ઘરના તેમજ દુકાનના પતરા ઉડી ગયા હતા. ઘટનાને કલાકો વિતી ગયા છતાં પરિવારને પ્રશાસન તરફથી કોઈપણ પ્રકારની મદદ મળી ન હતી. હાલ પરિવાર ચાલુ વરસાદે ઘરમાં રહેવા મજબૂર બન્યો છે.