જહાંગીરપુરીમાં ભાઈચારાનો સંદેશ આપતા હિન્દુ-મુસ્લિમોએ સાથે મળીને તિરંગા યાત્રા કાઢી
🎬 Watch Now: Feature Video
દિલ્હીના જહાંગીરપુરીમાં રવિવારે સાંજે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જહાંગીરપુરી હિંસા બાદ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે સ્થાનિક લોકો અને અમન સમિતિ દ્વારા તિરંગા યાત્રા કાઢીને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળો હાજર રહ્યા હતા. સ્થાનિક લોકોએ ઘરોની છત પરથી ફૂલોની વર્ષા કરીને ત્રિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું. દરેકને કહેવું હતું કે આનાથી ફરીથી શાંતિ સ્થાપિત થશે. હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો ઉપરાંત દિલ્હી પોલીસની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં સૌએ મન મૂકીને ભાઈચારાનો સંદેશો આપતા બંને સમાજના લોકોએ એકબીજાને ગળે લગાવ્યા હતા.