વલસાડમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ થયા બંધ, જાણો હાલની સ્થિતિ વિશે - ગુજરાતમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
વલસાડ : વલસાડના ધરમપુરના રાજપુરી ગામે હનુમંતમાળ જતા માર્ગમાં મોટા પથ્થરો સાથે ભેખડ વરસાદના કારણે ધસી પડતા રસ્તો બંધ થઈ ગયો(Heavy rains in Valsad) હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. દર વર્ષે રાજપુરી જંગલ ગામે પહાડ ઉપરથી ભેખડો ધસી પડે છે. ભેખડ ધસી પડતા હનુમંતમાળ તરફ જતો માર્ગ વાહન વ્યવહાર માટે બાધિત થયો હતો. આ અંગેની જાણકારી વહીવટીને આપવામાં આવી હતી. PWD વિભાગ દ્વારા JCBની મદદથી ભેખડો હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.