અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં એક ચોંકાવનારો કેસ આવ્યા છે. સાત મહિનાની ગર્ભવતી પત્ની ગુમ થતા પતિએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને હેબિયર્સ કોર્પસ અરજી દાખલ કરી. આ અરજીમાં પતિએ આક્ષેપ કર્યા કે, તેની પત્ની લેસ્બિયન ફ્રેન્ડ સાથે રહેવા માટે જતી રહી હતી. આ મામલે પતિએ પોતાની પત્નીની કસ્ટડી માંગ છે.
હાઈકોર્ટમાં આવ્યો અજીબ કિસ્સો : ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન જસ્ટિસ એ. વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે રાજ્ય સરકાર, શહેર પોલીસ કમિશનર, ચાંદખેડા PI અને લાપતા મહિલાની બહેનપણી સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી હતી. જોકે, પત્નીએ પોતાના પતિ પાસે પાછા ન જવાનો નિર્ણય લીધો હતો. આથી લેસ્બિયન મિત્ર પાસેથી ગર્ભવતી પત્નીની કસ્ટડી માંગતી પતિની અરજીને હાઇકોર્ટે ખારીજ કરી દીધી હતી.
પતિએ પત્નીની કસ્ટડી માંગી : ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે ચાંદખેડાના રહેવાસીએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરી હતી. તેનો જવાબ આપવા શહેર પોલીસે આ વ્યક્તિની પત્નીને કોર્ટમાં રજૂ કરી અને પૂછપરછ કરવામાં આવી. અંતે મહિલાએ તેના પતિ પાસે પરત જવાનો ઇનકાર કરતા કોર્ટમાં જણાવ્યું હતું કે, તે તેની મિત્ર સાથે જ રહેવા માંગે છે.
પત્નીએ કર્યો ગંભીર આક્ષેપ : કોર્ટમાં ગર્ભવતી પત્નીએ આરોપ લગાવ્યા કે, અરજદાર દ્વારા મહિલાને માનસિક અને શારીરિક બંને રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. તેથી જ તેણે પોતાની મરજીથી ઘર છોડી દીધુ અને પ્રતિવાદી નંબર 4 (સ્ત્રી ફ્રેન્ડ) સાથે રહેવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત પ્રતિવાદી નંબર 4 દ્વારા તેમને કોઈ ગેરકાયદેસર કેદ કરીને રાખ્યા નથી.
હાઈકોર્ટનો ચુકાદો : જસ્ટિસ આઈ. જે. વોરા અને જસ્ટિસ એસ. વી. પિન્ટોની બેન્ચે જણાવ્યું હતું કે, કોર્પસ દ્વારા કરવામાં આવેલા વેદને ધ્યાનમાં રાખીને કોર્ટનું એવું માનવું છે કે કોપર્સની કોઈ ગેરકાયદેસર કેદ નથી. તેથી કોપર્સને તેની ઈચ્છા મુજબ તરત જ મુક્ત કરવામાં આવે છે. "તે પુખ્ત અને સ્વતંત્ર છે તેને જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે" આ સાથે જ કોર્ટે આ અરજીનો નિકાલ કર્યો હતો.
શું હતો મામલો ? આ કેસની સમગ્ર વિગત એવી છે કે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક પતિએ પોતાની પત્ની અને તેની બહેનપણી પર લેસ્બિયન હોવાના આક્ષેપો લગાવીને હાઇકોર્ટ હેબીયર્સ કોપર્સની અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવ્યું કે અરજદારના લગ્ન તેની પત્ની સાથે 9 ઓક્ટોબર 2022 માં થયા હતા અને ખુશીથી લગ્નજીવન ગુજારી રહ્યા હતા. પત્ની સાત મહિનાની ગર્ભવતી પણ થઈ પરંતુ થોડા સમય પહેલા પત્ની ગુમ થઈ ગઈ હતી. પત્નીના ગુમ થયાનો કેસ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર પણ કરવામાં આવ્યો, બાદમાં બાદ ખબર પડી કે તેની પત્ની લેસ્બિયન મિત્ર સાથે છે.