નર્મદા જિલ્લામાં ભારે વરસાદ, કરજણ ડેમ થયો ઓવરફ્લો - Rain in Narmada
🎬 Watch Now: Feature Video
નર્મદા: જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાનો કરજણ ડેમ પણ ઓવરફ્લો થયો છે. કરજણ ડેમની આજની જળ સપાટી 113.80 મીટર થઈ છે અને ડેમનું રૂલ લેવલ 113.75 મીટર છે. રૂલ લેવલ જાળવવા ડેમમાં આજે સવારે 1 ગેટ ખોલીનો દરવાજા ખોલી 17402 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું. આજે કરજણ નદીમાં તબક્કાવાર 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેથી કરજણ નદી બે કાંઠે વહેશે. કરજણ નદીના 8 જેટલા કાંઠા વિસ્તારમાં આવતા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે.