વરસાદી પાણીના કારણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી જતાં લોકો અટવાયા, તંત્ર લાગ્યું કામે - ભરૂચમાં વાહનચાલકો અટવાયા
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં ભારે વરસાદના કારણે (Heavy Rain in Bharuch) રાજપારડી નજીક ભૂંડવા ખાડીનું પાણી પૂલ પર ફરી વળ્યું હતું. તેના કારણે સ્ટેચ્યૂ ઑફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ (Road closed to the Statue of Unity) બંધ થઈ ગયો હતો. આથી રાજપીપળા, રાજપારડીથી ઝઘડિયા, અંકલેશ્વર, સુરત તરફ જતા વાહનચાલકો અટવાઈ (Drivers stuck in Bharuch) ગયા હતા. ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલી ભૂંડવા ખાડીનું પાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઈ-વેના પૂલ પર ફરી વળતાં આ માર્ગ સદંતર બંધ થયો હતો. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભૂંડવા ખાડીમાં પૂરની સ્થિતિ (Flood conditions in Bhundwa Bay) સર્જાઈ હતી. જોકે, પૂલ પર પાણી ફરી વળતાં RNBના નાયબ એન્જિનિયર સ્થળ પર દોડી આવ્યા હતા અને રાજપારડી પોલીસને સાથે રાખી આ માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરાવી હતી. રસ્તો બંધ થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. જ્યારે પૂલ પર ફરી વળેલા પાણીના દ્રશ્યો જોવા લોકોના ટોળા ઉમટી પડયાં હતાં.