ભગવાન જગન્નાથજીની જળયાત્રાના એક દિવસ પહેલાં મેઘરાજાએ આ રીતે કર્યો જળાભિષેક
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ અમદાવાદમાં આખરે રવિવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી (Heavy Rain in Ahmedabad) કરી હતી. તેના કારણે લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી. આ સાથે જ અમદાવાદીઓની આતુરતાનો અંત આવ્યો હતો. શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી હવામાં ભારે ભેજ જોવા મળતો હતો. જોકે, આ પહેલા અમદાવાદના કેટલાક વિસ્તારમાં જ વરસાદ પડ્યો હતો, પરંતુ રવિવારે તો મેઘરાજા ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે આખા અમદાવાદમાં મન મૂકીને વરસ્યા હતા. આ પહેલા હવામાન વિભાગે (Meteorological Department forecast for rainfall) અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં 5 દિવસ માટે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. તે પ્રમાણે રવિવારે રાત્રે અડધો કલાકમાં અડધાથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જોકે, રજાનો દિવસ હોવાથી ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો (Traffic jam in Ahmedabad) જોવા મળ્યા હતા. સાથે જ રજાની મજા માણવા બહાર નીકળેલા લોકોએ ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો. જોકે, શહેરમાં વીજળી પડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ. મહત્વનું છે કે, અષાઢી બીજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Ahmedabad Jagannath Rathyatra 2022) નીકળે છે. જ્યારે જેઠ પૂનમના દિવસે ભગવાન જગન્નાથજીની જળયાત્રા (Jalyatra of Lord Jagannath) નીકળતી હોય છે. તેમાં ભગવાનને જળાભિષેક કરવામાં આવે છે. જોકે, તેના એક જ દિવસ પહેલા ભગવાને અમદાવાદ શહેર પર જળાભિષેક કર્યો હતો. આ સાથે જ ગુજરાતમાં 20 દિવસ પહેલાં જ ચોમાસાનું આગમન (Heavy Rain in Ahmedabad) થઈ ગયું છે.