વલસાડના જુલેલાલ મંદિરે ગુરુનાનકની 550મી જન્મજ્યંતીની ભવ્ય ઉજવણી કરાઇ - valsad news
🎬 Watch Now: Feature Video
વલસાડ: સિંધી પંચાયત દ્વારા જુલેલાલ મંદિર ખાતે ગુરુનાનકની 550મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક હોદ્દેદારો તેમજ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ હાજર રહ્યા હતાં. મહત્વનું છે કે, સિંધ પ્રાંતમાં આવેલા જુલેલાલ મંદિરમાંથી લાવવામાં આવેલી જ્યોતને લઈને નીકળેલી એક રથયાત્રા જલગાવથી ઉલ્લાસનગર પહોંચી હતી. ઉલ્લાસનગરથી સમગ્ર ભારતમાં ફરીને વલસાડ સુધી પહોંચી હતી. વિવિધ કીર્તન તેમજ લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.