ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ માણાવદર વાસીઓની કઈક આવી છે માંગ - ગુજરાત વિધાનસભા ચૂંટણી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: આગામી મહિને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) આવી રહી છે, ત્યારે Etv Bharatની ચૂંટણી ચર્ચા માણાવદર વિધાનસભા બેઠક (Manavadar chuntni charcha) પર પહોંચી હતી. મતદારો સાથે તેમના વિકાસ અને લોકો પ્રતિનિધિને લઈને મુક્ત મને ચર્ચાઓ કરાઈ હતી. જેમાં મોંઘવારી, જીએસટી, ખેડૂત અને મહિલાલક્ષી પ્રશ્નોને લઈને મતદારોમાં નારાજગી (Manavadar public mood) સામે આવી હતી. લોક પ્રતિનિધિ અને પાંચ વર્ષનો તેમના કાર્યકાળને લઈને મુક્તમને સવાલ અને જવાબ થયા હતા. જેમાં માણાવદર વિધાનસભા સીટ પર ખેડૂતોના પ્રશ્નો, સતત વધતી જતી મોંઘવારી, રાંધણ ગેસના વધી રહેલા ભાવો તેમજ રોજગારીને લઈને મતદારોએ વિસ્તૃત પણે પોતાનો મત (Etv Bharat Chuntani Charcha) અભિવ્યક્ત કર્યો હતો. પાછલા 27 વર્ષથી રાજ્યમા ચાલી રહેલી સરકાર મતદારોની પાયાની તેમજ માળખાકીય જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહી છે જેનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.