દમણ, દીવ અને દાદરા નગર હવેલીના નવનિયુક્ત DIGPને અપાયુ ગાર્ડ ઓફ ઓનર - newly appointed DIGP
🎬 Watch Now: Feature Video
દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના DIGP તરીકે ફરજ બજાવતા ઋષિપાલ અને દમણ હેડક્વાર્ટરના એસપી તરીકે ફરજ બજાવતા આત્મારામ દેશપાંડેનું દિલ્હી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. જેમના સ્થાને 2010 બેચના અમિત કુમાર અને 2016 બેચના અનુજ કુમારનું દિલ્હીથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. બન્ને અધિકારીઓને હેડ કવાટર્સ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. જ્યારે વિદાય લેનાર અધિકારીઓને ભાવભેર વિદાય અપાઈ હતી.