ભાવનગર સાંસદે જિલ્લા બાદ શહેરમાં પણ ગાંધી સંકલ્પ પદયાત્રા યોજી - MP Bhartiben shiyal
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ જિલ્લામાં સાંસદ ભારતીબેન શિયાળે ગાંધી સંકલ્પ યાત્રા પુર્ણ કર્યા બાદ મંગળવારના રોજ શહેરમાં પણ ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કર્યુ હતું. ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી પદયાત્રા યોજવામાં આવી હતી. આ સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાધાણી, પ્રધાન વિભાવરીબેન દવે અને સ્થાનિક ભાજપના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. સાંસદના કાર્યક્રમ બાદ યોજાનારી પદયાત્રા માટે અલગ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતાં.