પાટણમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
🎬 Watch Now: Feature Video
પાટણઃ લાયન્સ અને લી ક્લબ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી સમાજના લોકોને મદદરૂપ બને છે. ત્યારે જન્મ જાત ખોડ ખાપણ જેવા કે જન્મથી તૂટેલા હોઠ અને તાળવા, પાન મસાલા ખાવાથી મોઢું બંધ થયેલા દર્દીને વિનામૂલ્યે સારવાર અને નિદાન મળી રહે તે માટે રવિવારના રોજ એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાત ડોક્ટરોની ટિમ દ્વારા 60થી વધુ દર્દીઓને વિનામૂલ્યે નિદાન કરી તેઓને જરૂરી માર્ગ દર્શન આપ્યું હતું.