બીભત્સ માંગણી કરનારને કેમ હોદ્દો સોપ્યો? ભાજપ પર તેના જ મહિલા કર્યકરે ઉઠાવ્યા ગંભીર સવાલ - Former Women BJP President on Protest
🎬 Watch Now: Feature Video
દ્વારકામાં આહીર સમાજ વાડી ખાતે ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં ભાવનગરના મહિલા મોરચાના ભાજપના પૂર્વ અધ્યક્ષ અનશન પર બેસ્યા છે, ત્યારે ભાવનગરનું રાજકારણ દ્વારકા સુધી પહોંચતા ભારે ચર્ચા જાગી છે. ભાજપ મહિલા મોરચાના પૂર્વ અધ્યક્ષ ગીતાબેન આહીર દ્વારા ભાવનગરના જિલ્લા પ્રમુખનું રાજીનામુ આપે તેવી માંગ કરી છે. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા પદ પરથી રાજીનામુ આપે તેવી માંગ કરતા ગીતાબેન આહીર અનશન પર બેઠા છે. સમસ્ત આહીર સમાજને આ મામલે સાથ આપવા અપીલ કરી છે, ત્યારે ભાજપના વધુ એક નેતા સામે આંગળી ચીંધાઈ છે. ભાવનગર જિલ્લા ભાજપના રાજકારણનો વિવાદ દ્વારકા સુધી પહોંચતા રાજકારણ ગરમાયું છે.
Bhavnagar Former Women BJP President, Former Women BJP President on Protest
Last Updated : Sep 6, 2022, 4:09 PM IST