પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા વડોદરાની મુલાકાતે, દારૂબંધી હટાવોના કાર્યક્રમમાં આપી હાજરી - Alkapuri Prohibition Program
🎬 Watch Now: Feature Video
વડોદરા: પૂર્વ મુખ્યપ્રધાન વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં દારૂબંધી હટાવો નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ હાજર રહ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકારે વિધાનસભામાં કાયદાનો સુધારો કરી દારૂબંધી હટાવી જોઈએ. દારૂબંધીને કારણે હાલ રાજ્યમાં હપતારાજ પણ ચાલી રહ્યું છે. બાદમાં જણાવ્યુ હતુ કે, જે પ્રમાણે સરકાર દ્વારા નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે પ્રમાણે આવનારી પેટાચૂંટણીમાં સભા અને રેલીમાં પણ પ્રતિબંધ મુકવો જોઈએ એવી પણ તેમને જણાવ્યું હતું.