સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણમાં થયું ફાયરીંગ, ઇજાગ્રસ્ત લોકોને ખસેડાયા હોસ્પિટલ - undefined
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે અલગ-અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે અથડામણ થતાં પાંચ થી છ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. બંન્ને જ્ઞાતિના લોકો સામસામે આવી જતાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ થયાની આશંકા પણ સેવાઇ રહી છે. સુરેન્દ્રનગર સી. યુ. શાહ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક વ્યક્તિ વધુ ગંભીર જણાતા તેને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાને લઇ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ હરેશ દુધાત Dysp, SOG, LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ગામમાં કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.