ઓસ્કર નોમિનેટેડ છેલ્લો શોના મુખ્ય કલાકાર ભાવિન રબારીનું ભવ્ય વેલકમ - Film Chhello Show Jamnagar boy
🎬 Watch Now: Feature Video
ઓસ્કર નોમિનેટેડ મુવી છેલ્લો શો મૂવીના (Film Chhello Show Artist) બાળ કલાકર ભાવિન રબારીનું જામનગરમાં જોરશોરથી તથા ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું છે. ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ છેલ્લો શૉના કલાકાર રવિવારે સવારે પોતાના શહેર જામનગરમાં આવતા ગ્રામજનો તેમજ પરિવારજનો એ રોડ શૉ કરીને સ્વાગત કર્યું છે. છેલ્લો શો મુવીમાં જામનગરના (Film Chhello Show Jamnagar boy) બે બાળ કલાકારોએ અભિનય કર્યો છે જેમાં ભાવિન રબારીએ લીડ રોલ કર્યો છે. બાળ કલાકાર ભાવિન રબારીનું ખુલ્લી કારમાં આગમન થતા ગ્રામજનો ડીજેના તાલે જુમી ઉઠ્યા હતા. ભાવિન રબારીનું પુષ્પહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા બંને બાળકો નું સિલેક્શન છેલ્લો શો મુવીમાં થયું હતું. ભાવનગરના વિસ્તારમાં સમગ્ર મુવીનું શૂટિંગ કરવામાં આવ્યું છે. હાલ છેલ્લો શો મુવી ઓસ્કોરમાં નોમિનેટ થઈ છે. આ બાળ કલાકારે પોતાનો અભિનય થી સૌને ચકિત કરી દીધા છે. કારણ કે નાની ઉંમરમાં ભાવિન રબારીએ ખૂબ ઉમદા અભિનય કર્યો છે.
Last Updated : Oct 16, 2022, 8:22 PM IST