રાજકોટમાં ગરબા સિંગર ધરા શાહ સાથે કેસર આલ્બમ વિશે ઇટીવી સાથે ખાસ વાતચીત - navratri
🎬 Watch Now: Feature Video
રાજકોટ : હાલ નવરાત્રી શરૂ છે, ત્યારે સૌ કોઈ નાના મોટા આ નવરાત્રીના ઉત્સવને ગરબે ઘૂમીને મનાવી રહ્યા છે. આ વર્ષે ગુજરાતી સિંગર ધરા શાહ રાજકોટવાસીઓ ગરબે ઘુમાવી રહ્યા છે. તાજેતરમાં જ તેમનો આલ્બમ કેસર લોન્ચ થયું છે. જેને લઈને ઇવીટી ભારત દ્વારા ધરા શાહ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, રાજકોટમાં છેલ્લા બે વર્ષથી હું નવરાત્રી કરી રહી છે અને હું કાઠિયાવાડી હોવાના કારણે મને ખૂબ સારું લાગે છે. કેસર આલ્બમ વિશે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, હું દર વર્ષે નવરાત્રીમાં એક આલ્બમ લોન્ચ કરું છે. ત્યારે આ વર્ષે મેં કેસર લૉન્ચ કર્યું છે.
Last Updated : Oct 2, 2019, 3:42 PM IST