દેવ દિવાળી નિમિત્તે નડિયાદનું સંતરામ મંદિર દીવડાઓથી શણગારાયું - દેવ દિવાળી નિમિત્તે સંતરામ ઝળહળ્યું
🎬 Watch Now: Feature Video
નડિયાદઃ શહેરના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરાઈ હતી. મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં. સાંજે હજારો દીવડાઓની રોશનીથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું. દેવદિવાળી નિમિત્તે વહેલી સવારે મંદિરમાં અખંડ જ્યોતના દર્શન તેમજ પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય રામદાસજી મહારાજ દ્વારા પૂજ્ય સંતરામ મહારાજની અખંડ જ્યોતમાંથી દીપ પ્રગટાવીને સમાધિસ્થાન સામે તુલસીક્યારા પર પ્રથમ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મહારાજશ્રીની આજ્ઞાથી મંદિરના ખૂણે-ખૂણે દીવડા પ્રગટાવવામાં આવ્યા હતાં. રાત્રે સમગ્ર મંદિરને હજારો દીવડાંઓની શણગારવામાં આવ્યું હતું. સંધ્યા સમયે દર્શાનાર્થે આવેલાં શ્રદ્ધાળુઓથી પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
Last Updated : Nov 13, 2019, 5:14 AM IST