નવસારીમાં મહિલા મંડળ દ્વારા હાથરસ દુષ્કર્મના આરોપીઓને ફાસી આપવાની માગ - Mahila Mandal in Navsari
🎬 Watch Now: Feature Video
નવસારીઃ હાથરસની યુવતી પર થયેલા અત્યાચાર મુદ્દે નવસારીની નારી સેનાની અંદાજે 100 મહિલાઓ નવસારી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી હતી. જ્યાં પીડિતાને ન્યાય અપાવવાની માગ સાથે મહિલાઓએ આક્રોશ સાથે સુત્રોચ્ચાર પણ કર્યા હતા. જ્યારે દૂષ્કર્મીઓને ફાંસી આપવાની માગ સાથે જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં હાથરસની ઘટનાના થોડા જ દિવસોમાં બલરામપુરમમા પણ આવી ઘટના બની હતી. જેથી સરકાર આવા કામો બદલ આરોપીઓનો સખત સજા કરે અને કચ્છના વકીલની હત્યા મુદ્દે પણ આરોપીઓને સખત સજા કરવાની માંગણી ઉચ્ચારી હતી.