જંબુસરમાં કાર પર ક્રેઇન પડતા દોડધામ મચી, જુઓ વીડિયો - ભરૂચ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
ભરૂચ: દેશમાં અકસ્માત, ચોરી, લૂંટફાટ, ગુનાખોરી જેવી ઘટનાનું પ્રમાણ ખુબ જ વધી રહ્યુ છે. કલાક પસાર થાય ત્યાં તો અનેક એવી ઘટનાઓ સામે આવે જેનાથી લોકોમાં અરેરાટી વ્યાપી જતી હોય છે. આવી જ એક ઘટના જાંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારની સામે આવી છે. જ્યાં કાર પર ક્રેઇન પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં કાર ચાલક ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો હતો. કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં.