Ahmedabad Rathyatra 2022: રથયાત્રા અંગે CR પાટીલે શું કહ્યું, જાણો - Ahmedabad Rathyatra 2022
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીના મંદિરમાં આજે (બુધવારે) ભગવાનની નેત્રોત્સવ વિધિ (Netrotsav Vidhi at Jagannath Temple) કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghavi at Jagannath Temple), ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ (CR Patil attends Netrotsav Vidhi) ઉપસ્થિત રહ્યા હતા. અહીં સી. આર. પાટીલે (CR Patil on Rathyatra) જણાવ્યું હતું કે, રથયાત્રાના કારણે લોકોમાં અનેરો ઉત્સાહ અને આકર્ષણ જોવા મળી રહ્યું છે. જોકે, અનેક લોકો આ રથયાત્રામાં (Ahmedabad Rathyatra 2022) જોડાઈને પોતાની બાધા પૂર્ણ કરતા હોય છે. કોરોનાના કારણે આખરે 2 વર્ષ પછી રથયાત્રા નીકળવાની હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરક્ષા બંદોબસ્ત પણ ચૂસ્ત ગોઠવવામાં આવ્યો છે.