મોરબી રોટરી ક્લબ દ્વારા કુકિંગ સ્પર્ધા યોજાઈ - મોરબી ન્યુઝ
🎬 Watch Now: Feature Video
મોરબી: રોટરી કલબ દ્વારા ઓપન મોરબી ક્રિએટીવ કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો, પુરુષો તેમજ મહિલાઓ તેમના અંદાઝમાં તેમની મનગમતી અને બીજાથી હટકે વાનગી રજૂ કરી હતી.આ સ્પર્ધામાં જુદા-જુદા પાંચ વિભાગ રાખવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને વિસરાતી જતી વાનગીઓએ વિભાગે જજીસ તેમજ લોકોનું ધ્યાન આકષર્યુ હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો દેશી ગુજરાતી થાળીથી લઈને સાઉથ ઇન્ડિયન સહિતનું જુદી-જુદી રેસીપી તેમની જાતે જ બનાવીને લઈને આવ્યા હતા. સ્પર્ધકો દ્વારા રજુ કરવામાં આવેલી વાનગીઓમાંથી સારી વાનગીને જજ કરવા માટે આવેલા જજીસે પણ વિસરાતી જતી વાનગીના પાર્ટમાં સૌથી વધુ એન્ટ્રી આવી હોવાથી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ સ્પર્ધામાં 150થી વધુ લિજ્જતદાર વાનગીઓ બનાવાઈ હતી. જેને કલર્સ ગુજરાતીના કુકિંગ એક્સપર્ટ ક્રિષ્નાબેન કોટેચાએ જજ કરી હતી.