મોરબી જિલ્લામાં રૂપિયા 97 કરોડની પાણી પુરવઠા યોજનાનું CMએ કર્યું લોકાર્પણ - વિડીયો કોન્ફરન્સ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ શહેર તેમજ જિલ્લા માટે પાણી પુરવઠા હેઠળના પેકેજની યોજનાનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂરું પાડનારી રૂપિયા 19 કરોડની યોજનાનું ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમજ બ્રાહ્મણી 1 અને 2 ડેમ આધારિત NCD-4 ગ્રૂપ સુધારણાની રૂપિયા 79 કરોડની યોજનાના ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું. એક જ દિવસમાં રૂપિયા 97 કરોડના વિકાસ કામોની ભેટ ગાંધીનગર ખાતે તેમણે મોરબીને આપી હતી. વિજય રૂપાણીએ મોરબી શહેર અને જિલ્લામાં પાણીની અછત ન રહે અને પૂરતું પાણી મળી રહે તે માટે સમગ્રતયા રૂપિયા 151 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપેલી છે. આ યોજના મોરબીની જહોજલાલીને પુન:પ્રસ્થાપિત કરશે અને સિરામીક ઉદ્યોગથી વિદેશી હુડિયામણ મેળવતું મોરબી વધુ સમુદ્ધ થશે તેવી અપેક્ષા વિજયભાઇ રૂપાણીએ વ્યક્ત કરી હતી.