દ્વારકામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાતને લઇ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું - chief minister vijay rupani
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4154350-thumbnail-3x2-dwarka.jpg)
દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી શનિવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક ટૂંકી મુલાકાત માટે આવવાના છે. જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્રે સુરક્ષાને ધ્યાનમાં રાખી સધન ચેકિંગ હાથ ધર્યું હતું. શનિવારના રોજ બપોરે બે કલાકે કેવડીયા કોલોની નર્મદાથી હવાઈમાર્ગથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળીયા ખાતે આવવા માટે નીકળશે ત્યારબાદ તેઓ જિલ્લાની નવી DSP કચેરી બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. દ્વારકા પહોંચી તેઓ પ્રથમ દ્વારકાધીશ મંદિર દર્શન કરી ત્યારબાદ કેન્દ્ર યોજના અંતર્ગત દ્વારકા નગરપાલિકાના નિર્મિત આદી શંકરાચાર્યની મૂર્તિનું લોકાર્પણ કરશે.