લાઈફ સેવર ગૃપે 14 કલાકથી સંપર્કવિહોણા બનેલા લોકોનો બચાવ્યો જીવ - ચંદ્રપુર માંગેલા લાઈવ સેવર ગૃપ રેસ્ક્યૂ ઓપરેશન
🎬 Watch Now: Feature Video
વલસાડઃ જિલ્લામાં અવિરત્ વરસાદના કારણે (Heavy Rain in Valsad) આમળી ગામમાં 14 લોકો ફસાયા હતા. વાડીમાં રહેતા આ લોકોને ચંદ્રપુર માંગેલા લાઈવ સેવર ગૃપના સભ્યોએ (Chandrapur Mangela Live Saver Group Rescue Operation) ગૃપના સભ્યોએ હોળી પાણીમાં ઉતારી તમામ લોકોને બચાવી (Rescue operation in Valsad) લીધા હતા. વરસાદી પાણી ફરી વળતાં તેઓ સંપર્કવિહોણા બન્યા હતા. 14 કલાકથી સંપર્ક વિના રહેલા લોકો અંગે પારડી મામલતદાર આર. આર. ચૌધરીને જાણ કરતા તેમણે ચંદ્રપુર માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટને આ અંગે માહિતી આપી હતી. ત્યારે કલેક્ટર, ટીડીઓ એસ. ડી. પટેલની ટીમ અને ચંદ્રપુરની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી આવી હતી. અહીં ટીમે 14 જેટલા લોકોને ભારે જહેમત પછી બહાર કાઢ્યા હતા.