જાળીલાના ઉપસરપંચની હત્યા મામલે સરકાર પરિવારની માંગ પૂરી કરશે:ઈશ્વર પરમાર - gujarat news
🎬 Watch Now: Feature Video
બોટાદઃ જાળીલા ગામના ઉપસરપંચ મનજી સોલંકીની હત્યાના મામલે ઘટનાને સમાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. રાજ્ય સરકારના સામાજિક ન્યાય અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે નિવેદન આપ્યું હતું કે, ઘટના બાબતે મૃતકના પરિવારજનોની 6 જેટલી માંગણીઓ સરકાર સમક્ષ મૂકી હતી. જે માંગણીઓ પર સુખદ ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તેમજ ન્યાયિક તપાસના પણ આદેશ આપી દેવાયા છે. તેમજ મૃતકના પરિવારજનોને 8 લાખ 25 હજારની સહાય આપવામાં આવશે. તેમજ બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લા પોલીસની વિવિધ ટિમો બનાવી આરોપીઓને વહેલી તકે જેલ હવાલે કરવા આદેશ અપાયો છે. તેમજ નિયમાનુસાર 50 ટકા રકમની સહાયનો ચેક ત્વરિત ચૂકવી દેવા પણ રાજ્યસરકારએ નક્કી કર્યું છે. અને આવી ઘટનાઓને સરકારે કડકમાં કડક કાર્યવાહી પણ કરવા આદેશ અપ્યો છે.