લીંબડીમાં ભાજપના હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે. લીંબડી ખાતે યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં ભાજપના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ દેવા ભરવાડ સહિત અંદાજે 30 જેટલા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ તમામનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયા રાઠોડ, ભગીરથસિંહ રાણા, પૂર્વ પ્રમુખ ખુશાલ જાદવ, લગ્ધીરસિંહ રાણા સહિતનાં કોંગી આગેવાનોએ ભાજપમાંથી છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.