ભીલડી પોલીસે યુવકને ઢોર માર માર્યો, સારવાર માટે ખસેડાયો - ભીલડી પોલીસ સ્ટેશનમાં યુવકને ઢોર માર
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : ભીલડીમાં 3 મહિના અગાઉ જૈન દેરાસરમાં ભગવાનની મૂર્તિ બાબતે વિવાદ સર્જાયો હતો. જેમાં જૈન દેરાસરમાં મુનિમજી તરીકે સેવા આપતા યુવક પર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ગુરૂવારે યુવકને પોલીસ દ્વારા ઢોર માર મરાયો હોવાના કારણે તેને સારવાર અર્થે ડીસા તેમજ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. જૈન દેરાસરમાં મુનિમજી તરીકે ફરજ બજાવતા ડીસાના પ્રકાશ અરજણભાઈ સગર પર આક્ષેપ હતો કે તેણે દેરાસરમાથી 95,000 રૂપિયાની ચોરી કરી છે. આ આક્ષેપ બાદ તેની વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પરંતુ પ્રકાશ સગરના પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, ડીસાના મેહુલભાઈ સહિત અન્ય રાજકીય આગેવાનોના દબાણ હેઠળ આવીને પોલીસે પ્રકાશને ઢોર માર માર્યો છે.