મદદ કરવા જતા મળ્યું મૃત્યું, જૂઓ વીડિયો... - बैतूल में ट्रैक्टर पलटने से युवक की मौत
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશ : કાદવમાં ફસાયેલ ટ્રેક્ટરને બહાર કાઢવામાં યુવકને મદદ કરવી મોંઘી પડી હતી. ટ્રેક્ટર પલટી જતાં યુવકનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટના ઘોરડોંગરી તહસીલના સાલીવાડી ગામની છે. વરસાદના કારણે એક ટ્રેક્ટર ખેતરમાં કાદવમાં ફસાઈ ગયું હતું. ડ્રાઈવર ટ્રેક્ટરને કાદવમાંથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ગામનો સુખદેવ નામનો યુવક ત્યાં પહોંચ્યો અને તે ટ્રેક્ટરને બહાર કાઢવામાં મદદ કરતો હતો. આ દરમિયાન ટ્રેક્ટર પલટી ગયું અને તે તેની નીચે દબાઈ જવાથી સુખદેવનું નિધન થયું હતું. માહિતી મળતાં જ ચોપના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઘોરડોંગરી હોસ્પિટલમાં લાવ્યો હતો.