શર્મજનક...! કોરોના સંક્રમિત હોવા છતા પણ ઓફિસમાં જબરદસ્તી બોલાવતા, કર્મીચારી ઓક્સિજન સપોર્ટ સાથે બેન્ક પહોંચ્યો - ઓક્સિજન સપોર્ટ
🎬 Watch Now: Feature Video
ઝારખંડ : બોકારોમાં એક બેન્ક કર્મચારી કોરોના સંક્રમિત હોવા છતાં બેન્કના અધિકારીઓ તેને બળજબરીથી કામ પર બોલાવતા હતા. હદ તો ત્યારે થઇ જ્યારે આ કર્મચારીએ રાજીનામું આપી દીધું તો તેને બેન્ક અધિકારીઓએ મંજૂર કર્યું નહીં. પરેશાન કર્મચારી સહપરિવાર ઓક્સિજન સપોર્ટ સાથે બેન્ક પહોંચ્યો હતો. પરિવારના સભ્યોએ આ અંગે બેન્કમાં હોબાળો મચાવ્યો હતો. જ્યારે અધિકારીઓને આ અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમને કંઈપણ બોલવાનું ટાળ્યું હતું.