નવા વર્ષના પ્રારંભે ભક્તોએ કર્યા શામળીયા ભગવાનના દર્શન - Aravalli New Year લાૈે
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4891034-thumbnail-3x2-arvali.jpg)
અરવલ્લી : નવા વર્ષના પ્રારંભે લોકો વર્ષની શરૂઆત ભગવાનના દર્શન કરી કરતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્વ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા હતા. તેમજ ભગવાન શામળાજીને વિશેષ સફેદ ઝરીના વસ્ત્રો અને સોનાના આભૂષણોથી શણગાર કરાયા હતા .ત્યાર બાદ ઠાકોરજીની શણગાર આરતી ઉતારાઈ હતી. હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી નવા વર્ષની શરૂઆતની સાથે ધન્યતા અનુભવી હતી. બપોરે ઠાકોરજીને અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો .