જામનગરમાં ઇન્ટર્ન ડૉક્ટર્સની વિવિધ માગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર - Various demands of ABVP
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્ટર્ન ડૉક્ટરના સ્ટાઈપેન્ડ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હાલની કોરોના મહામારી પરિસ્થિતિ સામે લડવામાં ડૉક્ટરો તથા "ઇન્ટર્ન ડૉક્ટર" નો બહુ મોટો ફાળો રહ્યો છે. ફરજ બજાવતા દરમિયાન આખા ગુજરાતમાંથી 150થી વધારે ઇન્ટર્ન ડૉક્ટરો કોરોના સંક્રમિત પણ થયા છે. છતાં પણ આ ડૉક્ટરોને સરકાર તરફથી પૂરતું વળતર મળતું નથી તો આ પ્રશ્નને લઈને ABVP ની વિવિધ માગ સાથે આવેદનપત્ર આપ્યું છે.