અમદાવાદ પોલીસનો ટ્રાફિક નિયમનું પાલન કરાવવા માટેનો નવતર પ્રયોગ - ટ્રાફિક નિયમન
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : સમગ્ર ભારતમાં ટ્રાફિક નિયમનના દંડની જોગવાઈને વધારાની જે રીતે અમલ કરવામાં આવી રહ્યો છે, તેનો અમલ ગુજરાતમાં પણ લાગુ પડ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા નવા જ પ્રકારે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે નવતર પહેલ કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા પ્લે કાર્ડમાં સૂત્રો તેમજ બેનર હાથમાં રાખીને ટ્રાફિકને પાલન કરાવતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા પ્લે કાર્ડ દ્વારા પ્રજાને આ સંદેશો પાઠવ્યો હતો. ટ્રાફિકના નિયમો ન તોડે અને પોલીસને સહકાર આપે તેવી ભાવના સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હતું.