AAP નેતા મનીષ સિસોદિયા અંબાજી પહોંચ્યા ને મોદી મોદીના નારા લાગ્યા - Modi Modi chants Ambaji
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા કેન્દ્રમાંથી નેતાઓની મુલાકાત વધી રહી છે. બેક ટુ બેક મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતાને મોદી મોદીના નારાનો સામનો (Modi Modi chants Ambaji) કરવો પડ્યો છે. વડોદરાના એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ સામે નારેબાજી થયા બાદ બનાસકાંઠાના અંબાજીમાં દર્શન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને મોદી મોદીનો નાદ સંભળાયો છે. પહેલા નોરતે જ્યારે તે અંબાજીમાં દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારે મંદિર પરિસરમાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.