ફરજ પર મૌજૂદ એકાઉન્ટન્ટે કર્યું કંઇક આવું, જેનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ

By

Published : May 12, 2022, 4:00 PM IST

thumbnail

બેલાગવી જિલ્લાના સવદત્તી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની ઓફિસની સામે ફરજ બજાવતો એકાઉન્ટન્ટ દારુ પીને સૂઇ ગયો(accountant drank and fell sleep) હતો તેને વીડિયો ખુબ જ વાયરલ થઇ(Viral videos) રહ્યો છે. સંજુ બેની એક એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. આ પહેલા પણ સંજુ સાવદત્તી તાલુકાના ગોરાવંકલ્લા ગામમાં ગ્રામ્ય એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો અને ત્યા પણ ઘણી વખત ફરજ પર દારુ પીતો હતો, તેથી તેની બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ તેને પોતાની જૂની આદતો હજૂ સુધી ચાલું રાખી છે, જે આપણે આ વીડિયોમાં જોઇ શકીએ છીએ. એકાઉન્ટન્ટની આવી ગેરવર્તૂણકને લઇને સ્થાનિકો ખુબજ પરેશાન છે, સંજુ બેની સામે કાર્યવાહી ન કરવા બદલ અઘિકારી પ્રશાંત પાટીલ સામે નારાજગી વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.