બોરસરા સીમમાંથી પસાર થતી કેનાલમાંથી નવજાત મૃત બાળક મળી આવ્યું - ક્રાઈમ
🎬 Watch Now: Feature Video
નવાપરા-બોરસરાની સીમમાંથી પસાર થતી કેનાલમાંથી તાજું જન્મેલું મૃત બાળક મળી આવ્યું હતું,કેનાલના પાણીમાં બાળક વહી રહ્યું હતું તે દરમિયાન સ્થાનિક વ્યક્તિની નજર પડતા ઘટનાની જાણ સુમિલોન ફાયરને કરવામાં આવી હતી.સુમિલોન ફાયરના માણસો તાત્કાલિક કેનાલ પર પહોંચી ગયા હતાં અને મૃત બાળકને બહાર કાઢ્યું હતું.અને ફાયર દ્વારા ઘટનાની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃત બાળકનો કબજો લઈ નિષ્ઠુર માતાપિતાને શોધવાની કામગીરી હાથ ધરી હતી.