ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ - જિલ્લા પોલીસ વડા
🎬 Watch Now: Feature Video
પંચમહાલ : રાજકોટમાં થોડા દિવસ પૂર્વે કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 વ્યક્તિઓ ભડથું થઈ ગયા હતા. જે બાદ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. સોમવારે જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આગની ઘટનાનું મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રિલ દરમિયાન ગોધરા સિવિલ હોસ્પિટલના ફાયર સેફટી બાબતે જિલ્લા કલેક્ટરે જાત તપાસ કરી હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફ્ટી બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.