માતાની બેદરકારી કે બાળકનું બચપણું, આખરે બાળકે ગુમાવ્યા પોતાના પ્રાણ - ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્ર : પિપરી ચિંચવડ શહેરના પિંપલ ગુરવ વિસ્તારમાં એક ખૂબ જ કમનસીબ ઘટના બની છે. ફેબ્રિકેશનની દુકાનમાં લોખંડનું મશીન પડતા જતાં પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. આ કમનસીબ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મૃતક બાળકનું નામ યુવન દાઉન્ડકર છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસના જણાવ્યા અનુસાર બાળક તેની માતા સાથે વોશિંગ સેન્ટરમાં કાર ધોવા આવ્યો હતો. આ જ ફેબ્રિકેશનની દુકાનમાં છોકરો પણ તેની માતાની બાજુમાં રમી રહ્યો હતો. આ દરમિયાન બાળક તેની બાજુમાં લોખંડનું મશીન લઈને ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન મશીન તેના પર પડ્યું હતુંં. જેમાં બાળકનું મોત નીપજ્યું હતું. બાળકની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સુનીલ ટોનપેએ જણાવ્યું હતું કે, બાંધકામના માલિક સામે કેસ નોંધવામાં આવશે.