સાવલી ગામે 51 વર્ષીય આધેડે અગમ્ય કારણોસર કરી આત્મહત્યા - Rentiapol area in Doshivagam
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લાના દોશીવગામમાં આવેલા રેંટિયાપોળ વિસ્તારમાં રહેતાં 51 વર્ષીય હિતેન્દ્રકુમાર જયંતિલાલ રાવે ગુરુવારના રોજ પોતાના મકાનમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો દ્વારા સાવલી પોલીસ મથકે બનાવની જાણ કરવામાં આવી હતી. જેથી તુરંત જ સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમા ખસેડી આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. કોરોનાં મહામારીના કપરા કાળમાં નોકરી, ધંધો, રોજગાર નહીં હોવાને કારણે આર્થિક સ્થિતિ નબળી બનતા આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી.