કરફ્યૂની અસર: અંબાજી એસ.ટી. ડેપો પરથી અમદાવાદ જતી 7 ટ્રીપો બંધ - 7 ટ્રીપો બંધ
🎬 Watch Now: Feature Video
અંબાજી: ગુજરાતમાં કેટલાક મોટા શહેરોમાં કોરોનાનો ફરી એકવાર હાહાકાર મચ્યો છે. જેને લઈ સરકારે લોકડાઉન નહિ પણ બે દિવસના કફર્યુંની જાહેરાત કરી છે. જેની મોટી અસર એસ.ટી. વિભાગ ઉપર જોવા મળી રહી છે. અંબાજી એસ.ટી. ડેપો પરથી અમદાવાદ જતી 7 ટ્રીપો હાલ તબક્કે બંધ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ,સુરત ,વડોદરામાં પણ રાત્રી કરફ્યૂ લગાવવામાં આવતા તે વિસ્તારમાં પણ હવે અંબાજીથી જતી એસ.ટી. બસ બાયપાસ થઈને જશે અને બસના ટાઈમમાં પણ ફેરફાર થયો છે. સુરત રાજકોટ અને વડોદરા જતી એસટી બસ સવારે 7 વાગ્યા પછી ઉપડશે અને રાત્રીના 8 વાગ્યા પહેલા જે તે વિસ્તારમાં બસ પહોંચશે. અમદાવાદ વિસ્તારની બોપલ, મણિનગર, નહેરુનગર, રાણીપ, ગીતામંદિર, નાગેલ તથા ગોરાડની ટ્રીપો કોરોનાને લઈ હાલ તબક્કે બંધ કરવામાં આવી છે.