બોટાદમા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની આ રીતે થઈ ઉજવણી - સ્વચ્છ ભારત બને તેમજ લોકોમાં ટ્રાફિક અવેરનેસ
🎬 Watch Now: Feature Video
બોટાદઃ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નીમીત્તે બોટાદ ખાતે આવેલી પ્રાથમિક શાળા 23ના બાળકો દ્વારા 150 જેટલા બાળકો ગાંધીજીની વેશભૂષા પહેરાવી રેલી કાઢવામાં આવી હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે પૂજ્ય બાપુ સ્વચ્છતાના આગ્રહી હોય જેથી સ્વચ્છ ભારત બને તેમજ લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત બને તેઓ સંદેશો લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશયથી બોટાદ ખાતે આવેલ ગઢડા રોડથી શરૂ કરી બોટાદ નગરપાલિકા સુધી આ રેલી નીકળી હતી. આ રેલીમાં બોટાદના જાયન્ટસ ગ્રુપ સંસ્થાના સભ્યો તથા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સભ્યો તથા બોટાદ જિલ્લાના ડી.પી.ઈ.ઓ.તથા વિવિધ શાળાના બાળકો તથા બોટાદના નાગરિકો જોડાયા હતા