અમદાવાદમાં 1300 મહિલાઓએ માથે ગરબી લઇ ગરબે ઘુમવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - women in ahmedabad in world book of record
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુજરાતીઓ નવરાત્રીમાં ગરબા રમીને માતાજીની આરાધના ઉપાસના કરે છે. નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ત્યારે ગરબાની ગરિમા અને અસ્મિતા જળવાઇ રહે તે માટે વામા ક્લબ દ્વારા સાત્વિક ગરબાનું આયોજન કરાયુ હતું. જેમાં 1300 બહેનોએ પારંપરિક પ્રથા મુજબ માથે ગરબી અને હાથમાં દીવા લઈને એક જ લાઈનમાં ગરબા રમ્યા હતા. આ ગરબામાં 10 વર્ષથી માંડીને 70 વર્ષની મહિલાઓ એ ભાગ લીધો હતો. આ પ્રકારના ગરબાનું આયોજન પહેલીવાર થયું હોવાથી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં તેમનું નોમિનેશન થયું હતું. આ માટે તેમને સર્ટિફિકેટ પણ એનાયત કરાયું હતું